Shree Samast Khadayata Yuva Samaj Nadiad Sanskar • Samaj • Seva • Sankalan Donate Become a Member

President’s Message

Shri Prashant Ashokbhai Shah

॥ શ્રી ગણેશાય નમઃ ॥

॥ શ્રી કોટયી ભગવાનની જય ॥

॥ શ્રી સંતરામ મહારાજની જય ॥

શ્રી સમસ્ત ખડાયત યુવા સમાજ, નડીયાદ દ્વારા આયોજિત ૪૨મા વૈષ્ણવ વણીક જીવનસાથી પસંદગી સંમેલન “સ્નેહ સંબંધ” માં મંચને શોભાયમાન કરતા આજના સમારોહના મુખ્ય મુખ્ય મહેમાનશ્રી પૂર્વીશભાઈ મયુરેશભાઈ શાહ (કાયાવાળા) તથા ઉદઘાટનશ્રી મનનભાઈ પ્રફુલભાઈ શાહ, શ્રીમતી ભાવિનીબેન ગૌરાંગભાઈ શાહ, શ્રી દિવ્યભાઈ અશોકભાઈ શાહપટેલ, અતિથિ વિશેષ તરીકે શ્રી બિમલભાઈ શાહ, શ્રીમતી દર્શિતાબેન રોમેશભાઈ શાહ, શ્રી શૈશવભાઈ શાહ, સંસ્થાના આઈ.પી.પી શ્રી ધ્રુવેશભાઈ શાહ, વહીવટી ઉપપ્રમુખશ્રી કંદર્પ શાહ, કાર્યક્રમ ઉપપ્રમુખશ્રી નિરવ શાહપટેલ, મંત્રીશ્રી વિરલભાઈ શાહ, ૪૨માં જીવનસાથી પસંદગી સંમેલનના પ્રોગ્રામ ચેરમેન શ્રી કેયુર`ભાઈ દેસાઈ, જોઈન્ટ પ્રોગ્રામ ચેરમેનશ્રી આશિતભાઈ શાહ, શ્રી વસંતભાઈ શાહ, શ્રી ચિંતનભાઈ શાહ (ભગત), શ્રી મિલીનભાઈ સરૈયા તથા સંસ્થાના ચાલુ સૌ હોદ્દેદારશ્રીઓ, ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, કારોબારી સભ્યશ્રિઓ, સમગ્ર ખડાયત જ્ઞાતિના અગ્રણીઓ, સંમેલનમાં ભાગ લેનાર યુવક-યુવતીઓ, વાલીજનો, સંમેલનના કાર્યકર મિત્રો, પત્રકાર મિત્રો, સભા હોલમાં ઉપસ્થિત સૌ પરિવારજનો આપ સૌને હું અને મારી સમગ્ર ટીમ હૈયાના હેતથી આવકારીએ છીએ.

જય શ્રી કૃષ્ણ

આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્નને એક સંસ્કારનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. લગ્ન એટલે દરેક સ્ત્રી-પુરુષની પોતાની જરૂરિયાત મુજબ એક મનગમતા વ્યક્તિ સાથેનો અતૂટ સંબંધ જે માત્ર એક બંધન જ નહીં પરંતુ જન્મોજન્મ એકસાથે જ રહેવાનો વચન જાગતના પાલનહાર ઈશ્વરે બનાવેલી કડીઓને આ ધરતી પર ભેગા કરવાનો સૌભાગ્ય આપણને સૌને પ્રાપ્ત થયું છે. તેથી જ શ્રી સમસ્ત ખડયાતા યુવા સમાજ દ્વારા છેલ્લા ૪૨ વર્ષથી જીવનસાથી સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેમાં અમે ઘણા સફળ રહ્યા છીએ અને છેલ્લા પાંચ વર્ષથી અમે આ જીવનસાથી પસંદગી સંમેલન સમસ્ત વણિક પરિવાર માટે કરી રહ્યા છીએ.

જીવનસાથી સંમેલનમાં ભાગ લેનાર તમામ યુવક-યુવતીઓને પોતાની પસંદગીનો જીવનસાથી પ્રાપ્ત કરે તેવી મારી અને મારી સમગ્ર ટીમની આપને અંતર મનથી શુભેચ્છાઓ. જીવનસાથી તો એ કહેવાય જેની સાથે જીંદગી વિતાવવી નહીં પણ જીંદગી ગમે તેમ કે બહુ ફરક છે આ બંને શબ્દોમાં. વર્ષ 2025-26ની શરૂઆતથી જ મને અને મારી ટીમને દરેક હકારાત્મક વિચાર તથા સંસ્થાના વિકાસ માટે નવા શિખરો સર કરવા માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડનાર શ્રી રોનકભાઈ શાહ, શ્રી બ્રિજેશભાઈ પરીખ, શ્રી સમીરભાઈ શાહ (એન્જિનિયર), શ્રી નિરવભાઈ શાહપટેલના નિર્દેશનને હું આપની સાથે આવકારું છું. "સ્નેહ સંબંધ" ના કાર્યક્રમની શરૂઆત થાય ત્યારથી જ મારી સાથે કદમ થી કદમ મિલાવી સતત મારી જોડે રહીને મારા ઉત્સાહને વધારવા અને ચિંતા ન કરીશ અમે તારી સાથે જ છીએ એવું પ્રયત્ન કર તેવું કહેનારા મારા મોટાભાઈ સમાન શ્રી રાકેશભાઈ શાહ (રિબોક), શ્રી અતુલભાઈ વી. શાહ, શ્રી અલ્પેશભાઈ શાહ (ભાણો), શ્રી હેમાક્ષુભાઈ શાહ, શ્રી નિરવભાઈ શાહપેટલનો અમે સહૃદય આભાર વ્યક્ત કરું છું. છેલ્લા 2 મહિનાથી “સ્નેહ સંબંધ” ના આયોજનમાં વ્યસ્ત રહેવાના કારણે ઘરે આવવામાં અત્રે મોડું થયું હતું ત્યારે મારી રાહ જોઈને હું ઘરે આવું પછી હાશકારો લેતી મારી માતાશ્રી અંજુબેન શાહનો હું નતમસ્તક આભાર વ્યક્ત કરું છું. શ્રેષ્ઠ આપવાનો અમારો સૌનો ઈરાદો છે. તે પછી તો જોવાની દૃષ્ટિ કઈ છે તેના ઉપર સફળતાનો આધાર રહેતો છે.સ્નેહ સંબંધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ફોર્મ ભરી અને હાજર રહેનાર સૌ યુવક અને યુવતીઓનો, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનાર નામી, અનામી સર્વને હું અને મારી સમગ્ર ટીમ ખરા હૃદયથી આભાર માનીએ છીએ અને હું હંમેશા આપનો ઋણી રહીશ. અમારા સ્નેહ સંબંધ કાર્યક્રમનું આયોજન અમારી ટીમે ખૂબ ચીવટતાથી અને આપને કોઈ તકલીફ ના પડે તે રીતે કર્યું છે છતાં પણ જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. આ કાર્યક્રમની અભૂતપૂર્વ સફળતા માટે પ્રોગ્રામ ચેરમેનશ્રી કેયુરભાઈ દેસાઈ, જોઈન્ટ પ્રોગ્રામ ચેરમેનશ્રી અશિતભાઈ શાહ, શ્રી વસંતભાઈ શાહ, શ્રી ચિંતનભાઈ શાહ (ભગત), શ્રી મિલીંનભાઈ સરૈયાને સંસ્થા વતી ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌને હું ફરીથી આવકાર આપી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.

Shri Prashant Ashokbhai ShahPresident

Jai Shri Krishna | Jai Kotyark | Jai Maharaj